બધા પુરુષો મૂર્ખ નથી હોતા, કેટલાક કુંવારા પણ હોય છે !!

Monday, April 5, 2010

બેન્ગલોર ના બ્લેકબેરી વાલા ટ્રાફીક પોલિસ...

બેન્ગલોર ના બ્લેકબેરી વાલા ટ્રાફીક પોલિસ...

આજે જ મને બેન્ગલોર ના ટ્રાફીક પોલિસ નો સારો એવો અનુભવ થઇ ગયો...!
એ લોકો તો ભુખ્યા વરુ ની જેમ રાહ જ જોતા હોય છે.. જેવુ કોઇ બીજા રાજ્ય નુ વાહન જોયુ નથી કે પકડ્યો નથી...આજે વલી ગોપ્સ એ લોકો ના હાથ મા આવી ગયો...! દુર થી જ મને જોઇ ને ૨ ઠોલા ઓ આવી ગયા વચ્ચે... અને લઇ ગયા સાઇડ માં....!

પછી મે તો વલી અમદાવાદ વાલી ચાલુ કરી દીધી... અમદાવાદ મા તો એ લોકો એક સાદી માનીક્ચંદ મા પન માની જાય (માનવતા જેવુ છે ને કાઇક એટલે..) પન અહીયા તો સાલાઓ ૫૦૦ - ૬૦૦ રુપીયા થી તો સરુઆત કરે...! પછી થોડુ ઘનુ ખોટુ સાચુ બોલીએ એટ્લે વલી ૧૦૦ - ૨૦૦ સુધી આવે ખરા...!

મજા ની વાત તો એ છે કે... બેન્ગલોર ના ટ્રાફીક પોલિસો ને ડંડ ની પોચ ફાડવા માટે બ્લેકબેરી ફોન આપેલા છે... સીધો એમા ડેટા એન્ટર કરી, નામ, ડંડ ની રકમ અને પકડાવા નુ કારણ લખી ને જેવુ એન્ટર આપે એવુ જ વાયર લેસ પ્રીંટર માથી મેમો નિકલી જાય બાપુ... અને બધો ડેટા આર્.ટી.ઓ ના સરવર પર પહોચી જાય... બસ પછી તો સુ.. મારી સહી કરાવી લિધી અને કીધુ કે જાવ હવે પતી ગયુ...

બોલો હવે અમદાવાદ ના ઠોલા ઓ ને બ્લેકબેરી આપ્યો હોય તો સુ થાય...?